એકવીસ ફેબ્રુઆરી ‘માતૃભાષા દિવસના’ અનુસંધાનમાં છવ્વીસમી ફેબ્રુઆરીએ નવકાર પબ્લિક સ્કૂલનાં ધોરણ – 9 તથા 11ના વિદ્યાર્થીઓએ ‘મારી ભાષા, મારું ગૌરવ’ કાર્યક્રમના નેજા હેઠળ ખૂબ જ સરસ રીતે કૃતિઓની રજૂઆત કરી હતી. જેવી કે સ્વરચિત કાવ્યો, વકતવ્ય, નાટકો, દોહાઓ, કાવ્યપઠન તથા ગુજરાતીઓની ઓળખ એવો ગરબો.